જોખમી રીતે લટકતા થાંભલાને કારણે મોટો અકસ્માત થવાનો ભય, પીજીવીસીએલ તંત્ર દ્વારા સત્વરે સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગમોરબી અપડેટ : મોરબીમાં એલ. ઈ. કોલેજ રોડ પર ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને એટલી જોરદાર ટક્કર મારી હતી કે વીજ થાંભલાના કટકા થઈ ગયા હતા અને હાલમાં થાંભલો અત્યંત જોખમી રીતે હવામાં લટકી રહ્યો છે. મળતી માહિતી મુજબ, એલ. ઈ. કોલેજ પાસે રાત્રિના સમયે કોઈ મોટા વાહન ચાલકે વીજ થાંભલાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે સિમેન્ટનો થાંભલો વચ્ચેથી તૂટીને તેના કટકા થઈ ગયા હતા. હાલમાં આ થાંભલો જોખમી રીતે જોવા મળી રહ્યો છે.આ રસ્તો સતત ધમધમતો રહે છે. એલ. ઈ. કોલેજ ઉપરાંત નજીકમાં મહાપ્રભુજીની બેઠક, સ્વામિનારાયણ મંદિર અને અગ્નેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, જેથી અહીં સતત વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે. જોખમી રીતે લટકતો આ થાંભલો ગમે ત્યારે પડી શકે છે અને કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પીજીવીસીએલ (PGVCL) તંત્ર અને જીઈબી (GEB) દ્વારા તાત્કાલિક ધોરણે આ તૂટેલા થાંભલાનું સમારકામ કરવામાં આવે અથવા નવો થાંભલો નાખવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #AccidentNews #PGVCL #LECollegeMorbi #GujaratNews