રાજકોટથી જંતુનાશક દવાઓનો ઓર્ડર લેવા આવેલા વેપારીની કારમાંથી તફડંચી: પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યાહળવદ (મોરબી અપડેટ) : મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હળવદમાં ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે ધોળા દિવસે એક કારનો કાચ તોડીને અજાણ્યા શખ્સોએ 1,10,000 રૂપિયાની રોકડની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બે વ્યક્તિઓ ગાડીની રેકી કરી કાચ તોડી પૈસાની ચોરી કરતા નજરે પડે છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રહેવાસી ભરતસિંહ ચૌહાણ જંતુનાશક દવાઓનો વેપાર કરે છે. તેઓ હળવદ ખાતે વેપારીઓને મળવા અને ઓર્ડર લેવા માટે આવ્યા હતા. સવારે 11:30 થી 2:00 વાગ્યાના અરસામાં તેઓ એક વેપારીની દુકાને બેઠા હતા. આ દરમિયાન તેમણે પોતાની કારમાં સીટની નીચે અંદાજે 1,10,000 રૂપિયા રોકડા ભરેલું પર્સ મૂક્યું હતું. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે કારની ડાબી બાજુનો કાચ તૂટેલો હતો અને અંદર મૂકેલું પર્સ ગાયબ હતું.ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની રેકી કરી ચોરી કરનાર બંને અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.#Halvad #HalvadNews #CrimeNews #Theft #MorbiUpdate #GujaratPolice #CCTVFootage