ટંકારા (મોરબી અપડેટ) : મિતાણા-નેકનામ રોડ પરથી આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોવાથી, ઓળખ મેળવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મરણ જનાર અજાણ્યા પુરુષની ઉંમર આશરે 40 થી 42 વર્ષની છે. તેની ઓળખ માટે શરીર પરના નિશાનોની માહિતી જાહેર કરાઈ છે. મૃતકના છાતીના ભાગે ત્રિશૂળનું ટેટુ તેમજ હિન્દી ભાષામાં 'સુનિલ', 'સોહમ' અને 'અંકુ' નામ ત્રોફાવેલા છે. આ ઉપરાંત, જમણા હાથના બાવડામાં સિંહનું ટેટુ અને પટ્ટીવાળું ટેટુ જોવા મળ્યું છે. જ્યારે હાથની કલાઈના ભાગે હિન્દીમાં 'અંકુ' અને 'સોહમ' લખેલું છે.ઉપરોક્ત વર્ણન અને ટેટુના નિશાન ધરાવતા મૃતકને કોઈ ઓળખતું હોય અથવા તેમના કોઈ વાલીવારસ મળી આવે તો તેઓને તાત્કાલિક મોબાઈલ નંબર 8238657922 પર સંપર્ક કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Mitana #Neknam #UnidentifiedBody #RajkotCivilHospital #PublicAppeal