સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી વોર્ડ નં. 3 ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાને જવાબદારી સોંપાઈ મોરબી અપડેટ: મોરબી માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે વોર્ડ નં. 3 ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાની વરણી કરવામાં આવી છે. આજે યોજાયેલી મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસ કાર્યો અને વહીવટી વિષયો વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને કોર્પોરેટર જીગ્નેશ કૈલાની પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ નિમણૂક થતાં ઉપસ્થિત આગેવાનો અને સાથી કોર્પોરેટરો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.#Morbi #MorbiMarketingYard #MorbiMahanagarpalika #JigneshKaila #MorbiCorporator #MorbiNews #MorbiUpdate