વિવિધ રોગોના નિદાન માટે શનાળા રોડ પર કેમ્પનું આયોજન: દર્દીઓને ફ્રીમાં દવા પણ અપાશેમોરબી અપડેટ : 'સેવા હી સબસે બડા ધર્મ હૈ' ના ઉમદા સૂત્રને સાર્થક કરતા અને અનેક સેવાકીય કાર્યો માટે જાણીતા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મોરબીમાં મલ્ટીસ્પેશિયાલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધી આ મેડિકલ કેમ્પ યોજાશે. મોરબીમાં શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની પાછળ, એપલ હોસ્પિટલના પાંચમા માળે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ મલ્ટીસ્પેશિયાલિટી કેમ્પમાં મોરબીના નામાંકિત નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ બીમારીઓની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરવામાં આવશે. • દરેક પ્રકારના તાવ, ગેસ, એસિડીટી, કોલેસ્ટ્રોલ, થાઇરોઈડ, ડાયાબિટીસ, બીપી, હૃદય, ફેફસા, મગજ, લિવર, કિડની, આંતરડા અને સ્વાદુપિંડની સમસ્યાઓ. • સાયટીકા, ઢીંચણ અને ખભાના દુખાવા. • એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી તથા સારણગાંઠ. • સ્તનની ગાંઠ તથા કોઈપણ પ્રકારના કેન્સરના લક્ષણો. • હરસ, મસા, ભગંદર, રસોળી, કપાસી, ડાયાબિટીસ ફૂટ તથા ગેંગ્રીન. • સ્ત્રીઓને લગતા તમામ રોગો તથા નિઃસંતાનપણું. • ગભરામણ તથા કોઈપણ માનસિક બીમારી. * બાળકોને લગતી તમામ બીમારીઓ. • દરેક પ્રકારના ચામડીના રોગોની સારવાર.કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને પાટીદાર વુમન્સ ગ્રુપ તરફથી ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેના માટે +91 90333 00491 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #FreeMedicalCamp #PatidarWomensGroup #HealthCamp #Morbi