ટંકારા : ટંકારા - લતીપર રોડ પર ગત તા.5 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે જીજે - 36 - એએફ - 1436 નંબરના કાર ચાલકે બેફિકરાઈથી પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી જીજે - 03 - એચપી - 4763 નંબરનું બાઈક લઈને જઈ રહેલા સાવડી ગામના રહેવાસી અશ્વિનભાઈ રણછોડભાઈ દુબરીયા ઉ.42ને હડફેટે લઈ ઇજા પહોચાડવાની સાથે જીજે - 10 - ઇસી - 4845 નંબરની કારને પણ ટક્કર મારી અકસ્માત સર્જતાં અકસ્માતની આ ઘટના અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.