ડમ્પરે યુવાનને 40 ફૂટ સુધી ઢસડ્યો : માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરો વિરૂદ્ધ કાર્યવાહીની માંગમોરબી અપડેટ : મોરબી આસપાસના હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. લાલપર ગામના સ્મશાન પાસે સર્વિસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોરબીથી વાંકાનેર જવાના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે રસ્તે ચાલીને જતા આશરે 30 થી 40 વર્ષના એક યુવાનને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ડમ્પરે યુવાનને ટક્કર માર્યા બાદ લગભગ 40 ફૂટ સુધી ઢસડ્યો હતો. આ ભયાનક અકસ્માતને પગલે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.હાઈવે પર નંબર પ્લેટ વિનાના અને ઓવરલોડ ડમ્પરોનો આતંક અસહ્ય બની ગયો છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર દ્વારા આવા બેફામ દોડતા ડમ્પરો સામે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiNews #Accident #MorbiWankanerHighway #Lalpar #RoadSafety #OverloadDumper #GujaratNews