5 કારમાં ધસી આવેલા શખ્સોએ દૂધની મંડળી ઉપર આતંક મચાવી 3000 લીટર દૂધ ઢોળ્યું, હુમલાખોરોને રોકવા જતા યુવાનની હત્યા અને અન્ય એક સગીરને ગંભીર ઈજામોરબી અપડેટ: વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ગત રાત્રે એક હત્યાની ઘટના સામે આવી છે. બાળકો વચ્ચે થયેલી સામાન્ય માથાકૂટનો ખાર રાખીને 5 કારમાં હથિયારો સાથે આવેલા શખ્સોએ દૂધ સહકારી મંડળી પર હુમલો કરી તોડફોડ કરી હતી અને 3000 લીટર દૂધ ઢોળી નાખ્યું હતું. આ ઘટનામાં વચ્ચે પડેલા એક યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવામાં આવી છે, જ્યારે અન્ય એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.ઘટનાની વિગતફરિયાદી લાલાભાઈ સામંતભાઈ સરૈયા (ઉંમર 42) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 09/09/2026 ના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. વસુંધરા ગામના પાટિયે હોટલ ધરાવતા તેમના કુટુંબી ભાઈઓને સાંજના 5 થી 6 વાગ્યાના અરસામાં આરોપીઓના છોકરાઓ સાથે કોઈ બાબતે ઝઘડો અને મારકૂટ થઈ હતી. આ બાબતનો રોષ રાખીને આરોપીઓએ એક સંપ કરી રાત્રે દૂધ મંડળી પર હુમલો કર્યો હતો. અર્ટીગા, સ્કોર્પીઓ, ક્રેટા, થાર અને સ્વીફ્ટ એમ કુલ 5 કારમાં આવેલા હુમલાખોરોએ લાકડી, લોખંડના પાઇપ, ધારિયું અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે દૂધ મંડળીમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ ગાળો બોલી, કોમ્પ્યુટર તથા સામાનમાં તોડફોડ કરી 3000 લીટર દૂધ ઢોળી નાખ્યું હતું.હત્યા અને ગંભીર ઈજાહુમલાખોરોને અટકાવવા અને તોડફોડ કરતા રોકવા માટે ફરિયાદીના ભાઈ વિરમ સામંતભાઈ સરૈયા (ઉંમર 37) અને 17 વર્ષના સગીર પુત્ર વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન એક શખ્સે સગીરને માથામાં લોખંડનો પાઇપ મારતા તે નીચે ઢળી પડ્યો હતો, જેને સારવાર દરમિયાન 10 ટાંકા આવ્યા છે. જ્યારે લાલ ટીશર્ટ પહેરેલા દાઢીવાળા અન્ય એક અજાણ્યા શખ્સે વિરમને છાતીના ડાબા ભાગે, વાંસા અને હાથના ભાગે છરીના 5 થી 6 આડેધડ ઘા ઝીંકી દેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.આરોપીઓના નામ ● નકુલ ઘનશ્યામભાઈ હુંબલ (રહે. વસુંધરા)● વિશાલ વશાભાઈ ચાવડા (રહે. વસુંધરા)● પરેશ નાગદાનભાઈ ડાંગર (રહે. વસુંધરા)● લાલો ડાંગર (રહે. જાલસીકા)● મુકેશ ડાંગર (રહે. જાલસીકા)● માંડણ ડાંગર (રહે. જાલસીકા)● પ્રભાત ડાંગર (રહે. જાલસીકા)● એભલ ધીરુભાઈ ડાંગર (રહે. જાલસીકા)● નિર્મળ આહીર (ધીરુભાઈનો ભાણેજ, રહે. જાલસીકા)● લાલ ટીશર્ટ પહેરેલ દાઢીવાળો અજાણ્યો માણસ અને તપાસમાં ખુલે તે અન્ય શખ્સોપોલીસ કાર્યવાહીવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ 103(1), 118(1), 189(2), 191(2), 191(3), 190, 332(a), 352 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ આ સમગ્ર હત્યા કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Wankaner #CrimeNews #MurderCase #Vasundhara #GujaratPolice #LatestNews #MorbiCrime