ધર્મપ્રેમી જનતાને રામાપીરના જીવન ચરિત્રને નિહાળવા અને ધર્મલાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણમોરબી અપડેટ : મોરબી અને આસપાસના પંથકમાં પ્રખ્યાત એવા 'જય નકળંગ ધણી રામામંડળ - પીપળી' દ્વારા આગામી દિવસોમાં વિવિધ ગામોમાં ભવ્ય રામામંડળના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય કાર્યક્રમોનો લાભ લેવા વિવિધ આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આગામી દિવસોમાં નીચે મુજબના સ્થળોએ પીપળી રામામંડળના કાર્યક્રમો યોજાશે* તરઘડી (તા. માળિયા): તારીખ 11-09-2026 ને શુક્રવારના રોજ માળિયા તાલુકાના તરઘડી ગામ ખાતે આયોજક ઘેલાભાઈ પ્રેમજીભાઈ ઢોરીયા દ્વારા ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.* નવા દેવળિયા: તારીખ 20-09-2026 ના રોજ નવા દેવળિયા મુકામે આયોજક અલ્પેશભાઈ પરસોતમભાઈ ગોરિયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.* જોધપર (નદી): તારીખ 22-09-2026 ના રોજ જોધપર (નદી) ખાતે આયોજક બળદેવભાઈ મકનભાઈ બરાસરા દ્વારા ભવ્ય રામામંડળનું આયોજન કરાયું છે.આ તમામ કાર્યક્રમોમાં પીપળી રામામંડળના કલાકારો દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. રામામંડળ રમાડવા માટે સંપર્ક કરવા સંજયભાઈ (97265 02011) અને શક્તિભાઈ (97264 39628) નો સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Ramamandal #PipaliRamamandal #Targhadi #NavaDevaliya #Jodhpar #ReligiousEvent