નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક પગલાં લેવાશે: SWM રૂલ્સ 2026 ના ચુસ્ત પાલન માટે તંત્રની તાકીદમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. Solid Waste Management Rules, 2026 અંતર્ગત હવેથી મોરબી શહેરના તમામ કોમર્શિયલ એકમો, વેપારી સંકુલો, દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ, સંસ્થાઓ તથા ધાર્મિક સ્થળોએ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે ડસ્ટબિન (કચરાપેટી) રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે.તમામ વેપારીઓ અને ધાર્મિક સ્થળોના સંચાલકોએ પોતાના સ્થળે ઉત્પન્ન થતા કચરાનું સ્ત્રોતે જ વર્ગીકરણ કરવાનું રહેશે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં એકઠો કરી, મહાનગરપાલિકાની વ્યવસ્થા મુજબ જ કચરો સોંપવાનો રહેશે.જો કોઈ એકમ કે સંસ્થા દ્વારા નિયમો મુજબ ડસ્ટબિન રાખવામાં નહીં આવે, જાહેર સ્થળે કચરો ફેંકવામાં આવશે કે કચરાનું યોગ્ય વિભાજન કરવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન ન કરનાર સામે Solid Waste Management Rules, 2026 તથા મહાનગરપાલિકાના સ્થાનિક બાયલોઝ હેઠળ નોટિસ ફટકારવા ઉપરાંત દંડ અને અન્ય દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા તમામ સંબંધિતોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સખત સૂચના આપવામાં આવી છે.#MorbiUpdate #MorbiMMC #SolidWasteManagement #CleanMorbi #WasteSegregation #SwachhBharat #MorbiNews #Morbi