સહકાર અને ખેડૂત પરિવર્તન પેનલ બન્નેને 2-2 બેઠકો મળી : બે ઉમેદવારો વચ્ચે ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાયોમોરબી અપડેટ : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની સામાન્ય ચૂંટણી અંતર્ગત યોજાયેલા મતદાન બાદ વેપારી મત વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેપારી વિભાગની કુલ 4 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, જેમાં બંને પેનલને ફાળે 2-2 બેઠકો આવી છે. ચૂંટણી અધિકારી ડો. બી. એન. પટેલ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગત મુજબ, વેપારી મત વિભાગમાં મતપેટીમાંથી કુલ 51 મતપત્રો નીકળ્યા હતા અને તેમાંથી એકપણ મત રદ થયો નહોતો.ટાઈ થતાં ચિઠ્ઠી દ્વારા લેવાયો નિર્ણયમતગણતરી દરમિયાન સુરેશભાઈ કાવર અને કિશોરભાઈ બાવરવા બંનેને સરખા 28-28 મત મળ્યા હતા. નિયમ મુજબ ઉમેદવારોની હાજરીમાં ચૂંટણી અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉપાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેશભાઈ કાવરના નામની ચિઠ્ઠી નીકળતા તેમને 1 વધારાનો મત આપી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.ઉમેદવારોને મળેલા મતોની વિગત:● રાજેશભાઈ દામજીભાઈ બરાસરા (સહકાર પેનલ): 36 મત (વિજેતા)● ઘનશ્યામભાઈ જયંતીલાલ બાવરવા (ખેડૂત પરિવર્તન પેનલ): 34 મત (વિજેતા)● બાબુલાલ રૂગનાથભાઈ ભાડજા (ખેડૂત પરિવર્તન પેનલ): 30 મત (વિજેતા)● સુરેશભાઈ જીવરાજભાઈ કાવર (સહકાર પેનલ): 28+1 = 29 મત (ચિઠ્ઠી દ્વારા વિજેતા)● કિશોરભાઈ થોભણભાઈ બાવરવા: 28 મત● જગદીશભાઈ કરમશીભાઈ સીણોજીયા: 21 મતઆમ, વેપારી વિભાગની 4 બેઠકોમાંથી સહકાર પેનલના રાજેશભાઈ બરાસરા અને સુરેશભાઈ કાવર તથા ખેડૂત પરિવર્તન પેનલના ઘનશ્યામભાઈ બાવરવા અને બાબુલાલ ભાડજા વિજેતા બન્યા છે.#Morbi #MorbiUpdate #MorbiAPMC #APMCElection #MorbiNews #GujaratNews