મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કતારમાં હુમલા થતા દસ દિવસમાં બીજી વખત પ્રોપેનના ભાવમાં વધારો મોરબી : અમેરિકા -ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોરબીના સીરામીક ઉદ્યોગની ખો નીકળી રહી છે, અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ વળતા પ્રહારમાં ઈરાને 20 જેટલા ટેન્કરો ફૂંકીં મારવાની સાથે હુથી બળવાખોરોએ રિફાઇનરીઓ ઉપર મિસાઈલ મારો ચલાવતા ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની સાથે જ પ્રોપેન-એલએનજીના ભાવમાં પણ આગ લાગી છે, સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પ્રોપેનમાં રૂપિયા 6નો ભાવ વધારો થયા બાદ આજે 10 સપ્ટેમ્બરે ફરી પ્રોપેનના ભાવમાં પ્રતિટન 3700 રૂપિયા અને ક્યુબિક મીટર દીઠ રૂ.2.78નો ભાવ વધારો થતા સીરામીક ઉદ્યોગની મુશ્કેલી વધી છે અને પડયા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે.વિશ્વના બીજાનંબરનો મોરબીનો સીરામીક ઉદ્યોગ હાલમાં અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, એક તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે મિડલ ઇસ્ટ અને રેડ સીમાં સતત ભયના ઓથાર વચ્ચે સમુદ્રી જહાજોના ભાડામાં તોતિંગ વધારો થતા એક્સપોર્ટ બિલકુલ ઠપ્પ થઇ ગયું છે, બીજીતરફ કન્ટેનર યાર્ડમાં હડતાળને પગલે એક્સપોર્ટ માટેના કન્ટેનર મળવા પણ મુશ્કેલ બનવાની સાથે જ ડોમેસ્ટિક માર્કેટમાં પણ ખરીદી ઠપ્પ થઇ જતા સીરામીક એકમો ચલાવવા મુશ્કેલ બની ગયા છે,આ પરિસ્થિતિ વચ્ચે મોરબીના સીરામીક ઉદ્યોગની મુખ્ય જરૂરત એવા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાની સાથે જ પ્રોપેનના ભાવમાં 1 સપ્ટેમ્બરે 6 રૂપિયાના ભાવ વધારા બાદ આજે તા.10ના રોજ ફરી પ્રતિ ટન પ્રોપેનના ભાવમાં 3700 રૂપિયાનો ભાવ વધારો થતા સીરામીક ઉદ્યોગને પીરપેં વપરાશ અંતે પ્રતિ ક્યુબિક મીટરે રૂ.2.78નો વધારાનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,હાલમાં એક્સપોર્ટ ઠપ્પ થવાથી મોરબીના સીરામીક ઉદ્યોગમાં માલનો ભરાવો થવાની સમસ્યા પણ સર્જાઈ છે, હાલમાં મોરબી સીરામીક ક્લસ્ટરમાં નેચરલ ગેસનો દૈનિક વપરાશ 10 લાખ ક્યુબિક મીટર પ્રતિ દિન અને પ્રોપેનનો વપરાશ પ્રતિદિન 60 લાખ ક્યુબિક મીટર છે તે જોતા મોરબીના સીરામીક ઉદ્યોગ પર પ્રોપેનના ભાવ વધારા બાદ દૈનિક 1.66 કરોડ રૂપિયાનું દૈનિક ભારણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિ જો લાંબો સમય ચાલશે તો આવનાર દિવસોમાં મોરબીના અનેક સીરામીક એકમો શટડાઉનનો માર્ગ અપનાવે તેવા પણ અણસારો મળી રહ્યા છે.મહત્વનું છે કે, પ્રોપેનના ભાવમાં આઇઓસીએલ કંપનીએ રૂ.3700નો ભાવ વધારો પ્રતિટન જાહેર કર્યો છે જયારે અન્ય કંપનીના ડીલરોએ 4100થી લઈ 6500 સુધીના ભાવ વધારાના લિસ્ટ બજારમાં ફરતા કરી દેતા સીરામીક ઉદ્યોગમાં ગેસના ભાવવધારાએ ચિંતા જન્માવી છે.પ્રોપેન ગેસના ભાવમાં થયેલ વધારો કંપની મુજબ