વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિના સિંચન માટે સુંદર આયોજન: 32 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધોવાંકાનેર (મોરબી અપડેટ) :ભારત વિકાસ પરિષદ વાંકાનેર શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સમજ વિકસે તેવા ઉમદા હેતુથી વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને 'ભારત કો જાનો' પ્રશ્નમંચ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું.ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં કુલ 9 શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં સુંદર અને ભાવવાહી રજૂઆત કરી હતી. જ્યારે 'ભારત કો જાનો' પ્રશ્નમંચમાં 32 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાનની કસોટી આપી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંગીત શિક્ષક મયુરભાઈ ઝાલા અને સંગીત વિશારદ ડૉ. વિશ્વેશભાઈ પંડ્યાએ સેવાઓ આપી હતી.સ્પર્ધાના વિજેતાઓ* સમૂહગાન સ્પર્ધા: પ્રથમ- વી.સી.પરા પ્રાથમિક શાળા, દ્વિતીય- શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય, તૃતીય- માટેલ પ્રાથમિક શાળા.* 'ભારત કો જાનો' (પ્રાથમિક વિભાગ): પ્રથમ- વઘાસિયા પ્રાથમિક શાળા, દ્વિતીય- ભેરડા પ્રાથમિક શાળા, તૃતીય- શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળા.* 'ભારત કો જાનો' (અંગ્રેજી માધ્યમ): પ્રથમ- D.A.V. Calderys Public School.* 'ભારત કો જાનો' (માધ્યમિક વિભાગ): પ્રથમ- શ્રી કે.કે. શાહ માધ્યમિક વિદ્યાલય, દ્વિતીય- શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય.પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ટીમો આગામી દિવસોમાં પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિજેતાઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરાયા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને દાતા ચેતનભાઇ જાની તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહંત અશ્વિનભાઈ રાવલ, દાતા ચેતનભાઇ જાની, સામાજિક સદભાવ વાંકાનેરના જગદીશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ, વિદ્યાભારતીના ટ્રસ્ટી વિનુભાઈ રૂપારેલીયા, પૂર્વ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ વિનુભાઈ શાહ, યુવરાજસિંહ વાળા અને મહિલા કોમર્સ કોલેજના આચાર્ય શીતલબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ વાંકાનેરના અધ્યક્ષ ચેતનભાઈ ભીંડોરા, સચિવ રસિકભાઈ ખોરજા, કોષાધ્યક્ષ દ્વારકાદાસ હરીયાણી, મહિલા સહભાગિતા પ્રમુખ નીતાબેન ભીંડોરા, સંપર્ક પ્રમુખ ધ્રુવગીરી ગોસ્વામી, પ્રશ્નમંચના સંયોજક રમેશભાઈ ડાભી, સમૂહગાનના સંયોજક દર્શનાબેન જાની અને સહ-સંયોજક ભાવેશભાઈ ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મનિષાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiNews #MorbiUpdate #Wankaner #BharatVikasParishad #RashtriyaSamuhgaan #BharatKoJano #Patriotism #Education