સ્વસ્તિક ગ્રુપના સહયોગથી સોનીની વાડી ખાતે કેમ્પનું આયોજન: રક્તદાન કરવા અપીલમોરબી અપડેટ : 'રક્તદાન એ મહાદાન' અને 'એક બુંદ રક્ત, અનેક જીવનમાં આશા' ના સેવાકીય ઉદ્દેશ્ય સાથે મોરબીમાં દર્શિતભાઈ વિજયભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સ્વસ્તિક ગ્રુપ (શુભેચ્છક) અને મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી આગામી તારીખ 16/09/2026 ના રોજ આ કેમ્પ યોજાશે. રક્તદાન કેમ્પનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ કેમ્પ મોરબીમાં ગ્રીન ચોક પાસે, પારેખ શેરીમાં આવેલી સોનીની વાડી ખાતે યોજાશે. આયોજકો દ્વારા મોરબીની જનતાને આ રક્તદાન કેમ્પમાં જોડાઈને માનવતાના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #BloodDonationCamp #SwastikGroup #MorbiCivilHospital #DonateBlood #Morbi