6 નામાંકિત કંપનીઓએ 18 પ્લેસમેન્ટ ઓફર આપી, વિવિધ વિભાગના વિદ્યાર્થીઓએ મારી બાજીમોરબી અપડેટ : એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા), મોરબી ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગારીની ઉત્તમ તકો મળી રહે તે હેતુથી કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા યોજાયેલ ભરતી પ્રક્રિયામાં કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત KEDA CERAMIC, CASAGRES TILES, RUDRA ARCHITECT, INSUCORE INDUSTRIES, CERATECH MACHINERY તથા MARK DECOR સહિત કુલ 6 કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટમાં અલગ-અલગ વિભાગોમાં પસંદગી થઈ હતી.* સિરામિક વિભાગના 6 વિદ્યાર્થીઓ* સિવિલ વિભાગના 3 વિદ્યાર્થીઓ * આઈ.ટી. વિભાગના 3 વિદ્યાર્થીઓ* આઈ.સી.ટી. વિભાગના 3 વિદ્યાર્થીઓ* મિકેનિકલ વિભાગના 2 વિદ્યાર્થીઓ* ઇલેક્ટ્રિકલ વિભાગનો 1 વિદ્યાર્થીઉપરોક્ત મુજબ કુલ 18 પ્લેસમેન્ટ ઓફર પ્રાપ્ત થઈ હતી. વિશેષ નોંધનીય બાબત એ છે કે 2 વિદ્યાર્થીઓની એક કરતાં વધુ કંપનીમાં પસંદગી થવાથી કુલ 18 પ્લેસમેન્ટ ઓફર સામે 16 અલગ-અલગ વિદ્યાર્થીઓ (Unique Students) ની પસંદગી થઈ છે.આ કેમ્પસ ભરતી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાન, પ્રાયોગિક સમજ, સંવાદ કૌશલ્ય તથા ઇન્ટરવ્યૂ પરફોર્મન્સના આધારે કંપનીઓ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય તથા પ્લેસમેન્ટ ટીમ દ્વારા પસંદગી પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પ્લેસમેન્ટમાં સહયોગ આપનાર તમામ કંપનીઓના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #LECollege #DiplomaCollege #CampusPlacement #Employment #MorbiStudents