200 જેટલા પછાત વર્ગના વિદ્યાર્થીઓ ખારું પાણી વાપરવા મજબુર ; પૂર્વ કાઉન્સિલરની નવી લાઈન નાખવા માંગમોરબી અપડેટ: મોરબી જિલ્લાના રફાળેશ્વર ગામે આવેલી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા પછાત વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓ પીવાના અને વાપરવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સમાજ કલ્યાણ ખાતા દ્વારા ચાલતી આદર્શ નિવાસી શાળામાં આશરે 200 જેટલા પછાત વર્ગના વિદ્યાર્થીઓ રહે છે. ઘણા સમયથી અહીં પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, જેના કારણે હાલમાં વેચાતું પાણી લઈને વાપરવું પડે છે. આ ઉપરાંત, નહાવા માટે પાણીનો બોર છે પરંતુ તેનું પાણી અતિશય ખારું હોવાથી વિદ્યાર્થીઓમાં ખંજવાળ અને ચામડીના રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે.વધુમાં જણાવાયું છે કે, શાળાની બાજુમાંથી જ મચ્છુ-2 ડેમની પાણીની લાઈન નીકળે છે. તેથી પછાત જાતિના બાળકો પ્રત્યે લાગણી રાખીને તાત્કાલિક ધોરણે પાણીની લાઈન બદલીને અથવા નવી લાઈન નાખવા વિનંતી કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ પાણી પુરવઠા મંત્રી, મંત્રી કાંતીલાલ અમૃતિયા અને મોરબી જિલ્લા પંચાયત કચેરીને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Rafaleshwar #AdarshNivasiShala #WaterProblem #MorbiNews #GujaratCM #BhupendraPatel