પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ સંયોજક તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ: સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં તેમની આગેવાનીમાં યોજાશે કાર્યક્રમોમોરબી અપડેટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવા, જનસેવા અને અવિરત સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે એક વિશેષ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ અભિયાન માટે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ સંયોજક તરીકેની અત્યંત મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં તેમની જ આગેવાનીમાં આ સેવા સંકલ્પ અભિયાનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોરબી ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં પણ બ્રિજેશ મેરજાએ વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહીને હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી જિલ્લા ભાજપના તમામ કાર્યકરો માટે આ માર્ગદર્શન શિબિર અત્યંત પ્રેરણાદાયી બની રહી હતી.કાર્યશાળાના મુખ્ય અંશો* વડાપ્રધાનના 25 વર્ષના સેવા અને સમર્પણભર્યા જાહેર જીવનના કાર્યોને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો.* 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ જનકલ્યાણકારી અને સેવાકીય કાર્યક્રમોના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.* ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.પ્રદેશ સંયોજક તરીકે બ્રિજેશ મેરજાનો ઝંઝાવાતી પ્રવાસસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળાઓના વક્તા અને પ્રદેશ સંયોજક તરીકે બ્રિજેશ મેરજા વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તારીખ 7/9/2026 ને સોમવારે બપોરે ભાવનગર જિલ્લા અને સાંજે ભાવનગર મહાનગર, તારીખ 8/9/2026 ને મંગળવારે સવારે જામનગર જિલ્લા, બપોરે જામનગર મહાનગર અને સાંજે મોરબી જિલ્લા ખાતે કાર્યશાળા યોજી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આજે તારીખ 9/9/2026 ને બુધવારે સવારે જૂનાગઢ મહાનગર અને સાંજે અમરેલી જિલ્લામાં કાર્યશાળા યોજાશે.#Morbi #MorbiNews #MorbiUpdate #BJP #SevaSankalpAbhiyan #BrijeshMerja #NarendraModi #Kamalam #SevaSushasan