1 સપ્તાહમાં 5 ફાયર અને 3 રેસ્ક્યુ કોલ એટેન્ડ કરાયા, કોમ્પ્લેક્ષમાં સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ 02/09/2026 થી 08/09/2026 સુધી ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફાયર જવાનો દ્વારા 5 ફાયર કોલ અને 3 રેસ્ક્યુ કોલના બનાવોમાં સઘન કામગીરી કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા 1 કોમ્પલેક્ષમાં 6 સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી તથા જરૂરી સૂચનો અને ગાઈડલાઈન પણ પૂરી પાડવામાં આવી હતી. ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 1 અરજીને આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.આ ફાયર ટ્રેનિંગ અને ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા અને ફાયરના સાધનોનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો છે, જેથી કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક સંપર્ક કરી મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. ફાયર વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (02822) 230050, 101 તથા 112 પર તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiFireDepartment #FireSafety #RescueOperation #MorbiMunicipalCorporation #EmergencyServices