મોરબી અપડેટ : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના સસરા મગનભાઈ નથુભાઈ કૈલાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મગનભાઈ કૈલાએ ખાખરેચી ગામના સરપંચ તરીકે, સહકારી મંડળી, ખાદી ગ્રામોદ્યોગ ભંડારના સંચાલક તરીકે, ખાખરેચી હાઈસ્કૂલ સંચાલક મંડળ અને ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે તેમજ માળિયા તાલુકા જમીન વિકાસ બેન્કમાં 3 ટર્મ બિનહરીફ ચૂંટાયેલા ચેરમેન તરીકે સેવા આપી હતી. તેઓ સત્યાગ્રહી ગામ ખાખરેચીના સામાજિક કુરિવાજો સામે ક્રાંતિકારી વિચારના સત્યવાદી આગેવાન હતા. તેમણે ગોકળદાસ પરમાર અને સહકારી નેતા વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોના પગલે ચાલીને જાહેર જીવન દીપાવ્યું હતું. આમ મોરબી માળિયા તાલુકામાં તેમની ખૂબ સારી સુવાસ હતી.બેસણું સદગતનું બેસણું તારીખ 10-9-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન 502, શુભ પેલેસ, ઉમા ટાઉનશિપ, મોરબી-2 ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ગામ ખાખરેચી, તા. માળિયા (મિયાણા) ખાતે રાખવામાં આવ્યું છે.