છોટાલાલ પેટ્રોલ પંપથી માત્ર 30 મીટર દૂર i10 કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈમોરબી અપડેટ : મોરબીના માર્કેટિંગ યાર્ડ સામે આવેલા છોટાલાલ પેટ્રોલ પંપથી આશરે 30 મીટરના અંતરે આજે એક CNG કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રોડ પરથી પસાર થઈ રહેલી GJ 36 BC 7132 નંબરની i10 કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.કારમાં આગ લાગતાની સાથે જ ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. કાર CNG હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી અને પેટ્રોલ પંપથી માત્ર 30 મીટર દૂર હોવાથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગતા શનાળા રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામ પણ થયો હતો.આ અંગે કારના ચાલકે જણાવ્યું હતું કે, તેઓ કારમાં બે લોકો સવાર હતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ અર્થે ટંકારા તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન કારના આગળના ભાગમાંથી અચાનક આગ લાગી હતી. આગ લાગતાં જ તેઓ કારમાંથી બહાર નીકળી ગયા હતા. જેથી મોટી જાનહાનિ ટળી હતી.#Morbi #MorbiUpdate #FireIncident #CarFire #CNGCarFire #MorbiNews #GujaratNews #FireBrigade #AccidentNews