નારોલ વિસ્તારમાંથી આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યામોરબી અપડેટ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના 20 માસથી નાસતા ફરતા અપહરણના ગુનાના આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમદાવાદના નારોલ ખાતેથી પકડી પાડવામાં મોરબી AHTU અને સીટી એ ડિવિઝન પોલીસ ટીમને સફળતા મળી છે.બોડર રેન્જ ભુજ-કચ્છના આઈજી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા અપહરણ તથા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા AHTU ટીમને માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે AHTU પીઆઈ પી.આર. સોલંકીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુના (ગુ.ર.નં. 0064/2025, BNS કલમ 137(2), 87 મુજબ)નો આરોપી મગન ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગર (ઉ.વ.30, રહે. જસદણ, જિ. રાજકોટ) અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે.આ માહિતીના આધારે AHTU ટીમ તથા સીટી એ ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી મગન ઉર્ફે ગૌતમને ઝડપી લીધો હતો. આ સાથે જ ભોગ બનનાર સગીરાને પણ હસ્તગત કરવામાં આવી હતી. આરોપી અને સગીરાને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી પીઆઈ પી.આર. સોલંકી અને તેમની AHTU ટીમ મોરબી તથા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #AHTU #GujaratPolice #CrimeNews #Arrest #Ahmedabad