રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો, માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી અપડેટ (વાંકાનેર) : વાંકાનેર-કુવાડવા રોડ પર કલાવડી ગામના પાટીયા પાસે બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં થાનગઢના એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જવાહર સોસાયટીમાં રહેતા અને રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા છત્રસિંહ જશવંતભાઈ પરમાર (ઉ.વ. 37) ગત તારીખ 04/09/2026 ના રોજ બપોરના 1:30 વાગ્યાની આસપાસ પોતાનું બાઈક (GJ-03-DJ-8803) લઈને કુવાડવા તરફથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા. તે સમયે કલાવડી ગામના પાટીયા પાસે એ.કે.પ્લાઝા અને બિસ્મિલ્લાહ હોટલની સામે વાંકાનેર તરફથી આવતા બાઈક (GJ-03-LS-7958) ના ચાલકે છત્રસિંહના બાઈક સાથે ધડાકાભેર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં છત્રસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જે અંગે મૃતકના માતા રતનબેન જશવંતભાઈ પરમારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર બાઈક (GJ-03-LS-7958) ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #Wankaner #AccidentNews #MorbiPolice #WankanerUpdate #MorbiNews #RoadAccident #GujaratNews #Thangadh