મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર નજીક ગત તા.1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અલ્પેશભાઈ દેવશીભાઈ વેરણ ઉ.30 રહે. લૂંટાવદર ગામ વાળાનું જીજે - 36 - એએ - 7844 નંબરનું મોટર સાયકલ બંધ પડી જતા રોડ પર મૂકીને આવી ગયા હતા જે બાદ કોઈ અજાણ્યો તસ્કર રેઢી હાલતમાં પડેલ રૂ.20 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.