મોરબી અપડેટ : મોરબી નજીક ભરતનગર-બેલા ખાતે આવેલા પ્રખ્યાત ખોખરા હનુમાનજી ધામમાં આજે તારીખ 09-09-2026 ને બુધવારના રોજ રાત્રે એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેશવાનંદ બાપુ અને 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.ખોખરા હનુમાનજીના સાનિધ્યમાં યોજાનાર આ ભવ્ય સંતવાણીમાં જાણીતા સંતવાણી આરાધક કિશોરભાઈ વાઘેલા અને વિજયાબેન વાઘેલા પોતાની સુમધુર વાણીમાં ભજનો રજૂ કરશે. આ સંતવાણી કાર્યક્રમ આજે રાત્રે 9:30 કલાકે ખોખરા હનુમાનજી ધામ, ભરતનગર-બેલા, મોરબી ખાતે શરૂ થશે. આ ભક્તિમય સંતવાણીનો ધર્મલાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Santvani #KhokhraHanumanji #BharatnagarBela #ReligiousEvent