આરોપીઓને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલમાં ધકેલાયામોરબી અપડેટ: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે દ્વારા ઓગસ્ટ 2026 દરમિયાન દારૂની ગેરકાયદે હેરફેર કરતા 3 બુટલેગરો સામે પાસા (PASA) હેઠળ અટકાયતી હુકમ કરવામાં આવ્યા છે.પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે મોરબી સિટી 'એ' ડિવિઝનના આશરે 1 કરોડના દારૂની હેરાફેરીમાં સંકળાયેલા હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ 60 લાખના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓને સુરત, અમદાવાદ અને જૂનાગઢની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.આ ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણને મોરબી અને આસપાસના જિલ્લાઓની હદમાંથી 6 માસ માટે હદપાર (તડીપાર) કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiPolice #PASACriminals #BootleggersJailed #CrimeNews #Tankara #MorbiNews #Morbi