સિરામિક અને પોર્સેલિન ટાઈલ્સ પર 5.55 ટકાથી લઈ 45.30 ટકા સુધીની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી તા.22 સપ્ટેમ્બરથી અમલીમોરબી : ચીનના પડોશી દેશ વિયેતનામ દ્વારા અચાનક જ ભારતીય સિરામિક ઉત્પાદનો પર આગામી તા.22 સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે 5.55 ટકાથી લઈ 45.30 ટકા સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટી અમલી બનાવી છે.વિયેતનામ સરકારે સ્થાનિક ઉત્પાદનો પર ભારતીય ઉત્પાદનોની અસર થતી હોવાના કારણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી રહી હોવાનું અને આગામી પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અમલી રહેશે તેવું જાહેર કર્યું છે. મહત્વનું કે, વિયેતનામ મોરબીની સિરામિક પ્રોડકટ ખરીદનાર મહત્વનો દેશ છે,એકલા મોરબીથી જ વિયેતનામમાં વર્ષે 650 કરોડ રૂપિયાની સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ થાય છે. આ સંજોગોમાં વિયેતનામમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ પડતા મોરબીના સિરામિક એક્સપોર્ટને માઠી અસર પડવાની સંભાવના છે.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ જેવી સ્થિતિમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.ખાસ કરીને ગેસના ભાગમાં અસ્થિરતા અને રેડ સી તેમજ સ્ટેટ ઓફ હોર્મુઝમાં સતત જહાજો પર હુમલાને કારણે એક્સપોર્ટ પણ ઠપ્પ થઈ ગયું છે તેવામાં અગ્નિ એશિયામાં આવેલ ચીનના પાડોશી દેશ વિયેતનામ સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનો પર થઈ રહેલી અસરને ખાળવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કઠોર નિર્ણય લઈ 5.55 ટકાથી લઈ 45.30 ટકા સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા નિર્ણય કર્યો છે.વિયેતનામ સરકારે તા.7 સપ્ટેમ્બરના રોજ મોરબીની સિરામિક કંપનીઓ માટે નામ જોગ ખાસ હુકમ બહાર પાડી આગામી તા.22 સપ્ટેમ્બરથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી અમલી કરવાનું જાહેર કર્યું છે. જેમાં કેટલીક સહકાર આપનારી કંપનીઓ પર 5.55 ટકા, 18.29 ટકા, 22.27 ટકાથી લઈ મોટા ભાગની અન્ય મોરબીની સિરામિક કંપનીઓ પર 45.30 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી અમલી બનાવી છે.મહત્વનું છે કે, અંદાજે 10 કરોડની વસ્તી ધરાવતા વિયેતનામ દેશમાં મોરબીની અલગ અલગ સિરામિક ફેકટરીઓ દ્વારા અંદાજે 650 કરોડનું વાર્ષિક એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, વિયેતનામ સરકારે 45.30 ટકા તોતિંગ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદતા હવે મોરબીના સિરામિક એક્સપોર્ટ માટે વિયેતનામમાં વેપાર કરવો મોંઘો સાબિત થશે.વિયેતનામ પાસેથી ભારત મોટા પ્રમાણમાં આયાત કરે છે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોચીનનો પાડોશી દેશ વિયેતનામ વિશ્વના સૌથી વ્યસ્ત વ્યાપારી જળમાર્ગ દક્ષિણ ચીન સાગર અને મલક્કાની સમુદ્રધુનીની નજીક આવેલું છે, જે યુરોપ, મધ્ય પૂર્વ અને પૂર્વ એશિયાને જોડતા મુખ્ય શિપિંગ રૂટ પર છે.સાથે જ વિયેતનામ આશિયાન બ્લોકનો સક્રિય સભ્ય છે, જેના દ્વારા સભ્ય દેશો સાથે મુક્ત વેપારનો લાભ મળે છે. ચીનની નજીક હોવાથી તે ચાઇના પ્લસ વન વ્યૂહરચના હેઠળ સપ્લાય ચેઈનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. વિયેતનામ ઇલેક્ટ્રોનિક્સ, વસ્ત્ર ઉદ્યોગ, ફૂટવેર અને ફર્નિચરના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બની ગયું છે. સેમસંગ, એપલના સપ્લાયર્સ અને ઇન્ટેલ જેવી દિગ્ગજ કંપનીઓએ અહીં મોટા પાયે પ્લાન્ટ સ્થાપ્યા છે.હાલમાં ભારત અહીંથી મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની આયાત પણ કરી રહ્યું છે.એન્ટી ડમ્પિંગ ડ્યુટીને લઈ કેપેકસીલ WTOમાં રજુઆત કરશેવિયેતનામ સરકાર દ્વારા મોરબીના સિરામિક ઉત્પાદનો પર 5.55 ટકાથી લઈ 45.30 ટકા સુધી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડવાની દહેશત છે.જો કે, મોરબીના અગ્રણી એક્સપોર્ટર ટાઇલ્સ ઉત્પાદક અને કેપેક્સિલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ વિયેતનામ સરકારના આ પગલાં સામે આગામી સમયમા મોરબી સિરામિક મેન્યુફેકચરર એશોસીએસન અને કેપકસીલ સાથે મળીને ભારત સરકારમાં રજુઆત કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે, WTO મા આ વિશે રજુઆત કરવામા આવશે. તેમને ઉમેર્યું હતું કે, ઘણી બધી કંપનીઓએ આ પ્રોસેશમા ભાગ લીધેલ હોવા છતા તે કંપનીઓને બાકાત રાખવામા આવી હોવાથી સિરામિક ઉદ્યોગના હિત માટે ભારત સરકાર પાસે મદદની આશા સેવાઇ રહી છે.વિયેતનામે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદતા એક્સપોર્ટને માઠી અસર : સિરામિક પ્રમુખ મનોજ પટેલવિયેતનામ દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા અંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં મિડલ ઇસ્ટમાં તેમજ અન્ય દેશોમાં એક્સપોર્ટ ઠપ્પ છે અને એશિયાના દેશમાં જ એક્સપોર્ટ થઈ રહ્યું છે તેવા સમયે જ વિયેતનામ દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા મોરબીના સિરામિક ઉદ્યોગને માઠી અસર પડવાની શક્યતા જોવાઇ રહી છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી અંગે મોરબીના મોટાભાગના એક્સપોર્ટરોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો છતાં પણ અનેક ઉત્પાદકો અને એક્સપોર્ટર પર 45.30 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા આ મામલે એસોશિએશન દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.