'વડનગર વિરાસત ભી, વિકાસ ભી' વિષય પર 1 થી 3 મિનિટની મૌલિક રીલ બનાવી 11 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન સબમિટ કરવાની રહેશેમોરબી અપડેટ : ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-2026 ને વધુ વ્યાપક અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે 'શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા અને ઓનલાઇન રીલ સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.સ્પર્ધાના નિયમો અને માર્ગદર્શિકા* વિષય: સ્પર્ધકોએ સોશિયલ મીડિયા પર “વડનગર વિરાસત ભી, વિકાસ ભી” વિષય પર 1 થી 3 મિનિટની મૌલિક (ઓરિજિનલ) રીલ તૈયાર કરવાની રહેશે.* સબમિશન: રીલ તૈયાર કર્યા બાદ તેની લિન્ક mygov પોર્ટલ પર ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.* ટેક્નિકલ સ્પેસિફિકેશન: રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં હોવી જોઈએ અને તેનું રિઝોલ્યુશન ઓછામાં ઓછું 720p હોવું જરૂરી છે. વિડિયોમાં સ્ટોક ફૂટેજનો ઉપયોગ પણ કરી શકાશે.* ભાષા: સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો વિડિયોમાં સબટાઇટલ્સ ફરજિયાત રહેશે.આકર્ષક રોકડ ઇનામોસ્પર્ધામાં શ્રેષ્ઠ રીલ બનાવનાર વિજેતાઓને સરકાર દ્વારા આકર્ષક રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ વિજેતાને 31,000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 21,000 રૂપિયા અને તૃતીય વિજેતાને 11,000 રૂપિયા આપવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ 2026 પ્રત્યે લોકોની ભાગીદારી વધારવાનો છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Vadnagar #Shravanotsav2026 #ReelCompetition #MyGov #GujaratTourism #DigitalCreator