મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના યોગીનગર નજીક આવેલ મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડી આરોપી રવિભાઈ રમેશભાઈ દાદુકીયા રહે.ત્રાજપર અને આરોપી સાગરભાઈ દિલીપભાઈ મગવાણીયા રહે.ઘુંટુ,મોરબી વાળાને રોકડા રૂપિયા 1960 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.