અત્યાર સુધીમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને કોર્સ કરાવી પગભર કર્યા: દુબઈ નિવાસી દાતાના સહયોગથી અમૂલ્ય વિદ્યાદાનમોરબી અપડેટ : વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે CCC (Course on Computer Concepts) સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ તદ્દન ફ્રીમાં કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રેસિડેન્ટ ડૉ. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓને આ કોમ્પ્યુટર કોર્સ વિનામૂલ્યે કરાવીને તેમને પગભર થવામાં મદદરૂપ બન્યા છે. સંસ્થાના ફાઉન્ડર શોભનાબા સહદેવસિંહ ઝાલાએ આ પ્રોજેક્ટ પાછળની પ્રેરણા જણાવતા કહ્યું હતું કે, 'અમારી સંસ્થાના પિતા સમાન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ (8 સપ્ટેમ્બર) ની ઉજવણી નિમિત્તે દર વર્ષે અમે વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી આ રીતે કરીએ છીએ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ કોર્સ તદ્દન ફ્રીમાં કરાવીએ છીએ.'આ વિદ્યાદાનરૂપી સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ મૂળ કચ્છના માધાપરના અને હાલ દુબઈ નિવાસી નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા પૂરો પાડવામાં આવે છે. નરેશભાઈ પોતાની સફળતાનો તમામ યશ તેમના પિતા કાનજીભાઈ મેપાણીને આપતા જણાવે છે કે, આ રીતે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાદાન આપીને તેઓ ગૌરવની લાગણી અનુભવે છે.સામાન્ય રીતે બજારમાં આ CCC કોર્સની ફી 2500 થી 3000 રૂપિયા જેટલી હોય છે. પરંતુ, ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસના સંચાલિકા અને ક્લબના તેજસ્વી મેમ્બર હીનાબેન પરમારના વિશેષ સહયોગથી આ કોર્સ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કરાવવામાં આવે છે.આ કોર્સ મોરબી શહેર તેમજ તેની આજુબાજુના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે. કોર્સમાં 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ઈચ્છુક વિદ્યાર્થીઓએ પોતાના આધાર કાર્ડ સાથે હીનાબેન પરમારનો મોબાઈલ નંબર 98259 30156 પર તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.#MorbiUpdate #IndianLionessClub #LiteracyDay #FreeComputerCourse #CCCCourse #MorbiNews #EducationCharity #Morbi