મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટિયા નજીક શિવાય એન્ટરપ્રાઇઝ પાસે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર ઉ.35 નામના યુવકને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટએટેક આવી જતા સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.