મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામની સીમમાં લક્ષ્મણભાઇ ભુદરભાઈની વાડીમાં રહી ખેત મજૂરી કરતા વિજયભાઈ સોમાભાઈ નાયકા ઉ.૨૦ નામના યુવકે ગઈકાલે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.