મોરબી : મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા કંચનબેન સંજયભાઈ કગથરા ઉવ.૪૦ને ગત તા.૦૬/૦૯ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે વીજશોક લાગતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના લગ્ન ૧૬ વર્ષ પૂર્વે થયા હોવાનું અને તેમને બે સંતાન હોવાનું સામે આવ્યું છે.