જાહેર જગ્યાઓ અને ધાર્મિક સ્થળો પાસે ચાલતા ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવા ઉગ્ર માંગમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા કતલખાનાઓ તેમજ જાહેર અને રહેણાક વિસ્તારોમાં ચાલતી નોનવેજ અને ઈંડાની લારીઓ અંગે તાજેતરમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ તેની અસરકારક અમલવારી ક્યારે થશે કે પછી માત્ર કાગળ પર જ કાર્યવાહી રહેશે.પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તારીખ 08/08/2026 થી 16/08/2026 સુધી તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા અને માંસ, મટન, માછલી તેમજ ચિકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ છતાં, અગાઉની નોટિસોનું ઉલ્લંઘન કરીને હજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાના આક્ષેપો સંગઠનો દ્વારા કરવામાં આવ્યા છે.હિન્દુ સંગઠનોની મુખ્ય માંગણીઓ* અગાઉ અપાયેલી નોટિસનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.* મહાનગરપાલિકાની હદમાં આવતા ગેરકાયદેસર કતલખાનાઓ સામે નિયમ મુજબ સ્થળ તપાસ કરી સીલિંગની કાર્યવાહી થાય.* જાહેર રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, શાળાના માર્ગો અને ધાર્મિક સ્થળો (ખાસ કરીને 3 મંદિરોની આસપાસ) ચાલતી ગેરકાયદેસર નોનવેજ કે ઈંડાની લારીઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે.* પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને વર્તમાન જાહેરનામાની પારદર્શક અને કડક અમલવારી કરવામાં આવે.સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો વિરોધ કોઈ ચોક્કસ ધર્મ કે કાયદેસરના વ્યવસાય વિરુદ્ધ નથી. મોરબી શહેરમાં કાયદો સૌ માટે સમાન રીતે લાગુ પડે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય તે જ તેમની પ્રાથમિક માંગ છે. છેલ્લા 9 વર્ષથી સ્થાનિક હિન્દુ સમાજ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા હવે આમરણ ઉપવાસ નહીં પરંતુ ઉગ્ર કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. જો કાર્યવાહી નહીં થાય તો ચાલુ લારીઓના ફોટા પાડીને વાયરલ કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiMunicipalCorporation #HinduSangathan #VHP #BajrangDal #MorbiNews #MorbiUpdates #IllegalSlaughterHouse #GujaratNews