આયુ જીવન આયુર્વેદ દ્વારા પુષ્યનક્ષત્ર નિમિત્તે 0 થી 12 વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આયોજન: 1.25 લાખથી વધુ બાળકો લઈ ચૂક્યા છે લાભમોરબી અપડેટ: મોરબીમાં છેલ્લા નવ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્રના પાવન અવસરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફ્રી સુવર્ણપ્રાશન ટીપાંના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ, આવતીકાલે તારીખ 08/09/2026 ને મંગળવારના રોજ સવારે 10 થી 1 કલાક અને સાંજે 4 થી 6 કલાક સુધી આયુ જીવન આયુર્વેદ દ્વારા સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી તથા પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે 98મા વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ (સુવર્ણપ્રાશન ટીપાં) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પની વિશેષતા એ છે કે સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને ફ્રીમાં ટીપા પીવડાવવાનો રેકોર્ડ આ કેમ્પના નામે નોંધાયેલો છે. અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ બાળકો આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને દર મહિને યોજાતા કેમ્પમાં સરેરાશ 1200 થી વધુ બાળકો આ અમૂલ્ય ટીપાં પીવે છે. આ કેમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. આ ઉપરાંત, સ્થળ પર અન્ય આયુર્વેદિક પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ રહેશે. જે લોકો પહેલી વખત આ કેમ્પમાં આવે છે તેઓને દર મહિનાની તારીખ અને સ્થળની નિયમિત માહિતી મળતી રહે તે માટે સ્થળ પર જ સ્વયંસેવકો દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવશે.સુવર્ણપ્રાશનના અદભુત ફાયદાઓ:આ આયુર્વેદિક ટીપાં આપવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે, જેથી ઋતુ બદલાતા થતા તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે. સુવર્ણપ્રાશન બાળકોના પાચનતંત્ર અને યાદશક્તિમાં સુધારો કરે છે. તેનાથી બાળકનો ગુસ્સો અને ચીડચીડીયાપણું ઓછું થાય છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં તે ખૂબ મદદરૂપ થાય છે અને વાન ઉજળો કરવામાં પણ સહાય કરે છે. આ ટીપાં સંપૂર્ણ આયુર્વેદિક હોવાથી તેની કોઈ જ આડઅસર થતી નથી અને બાળકને નાનપણથી જ એન્ટિબાયોટિક દવાઓથી દૂર રાખી ચપળ અને તેજસ્વી બનાવે છે.આ કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા માટે આયુ જીવન આયુર્વેદના રાજ પરમારનો મોબાઈલ નંબર 97226 66442 પર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબીની જનતાને પોતાના બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે આ ફ્રી કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #Suvarnaprashan #Ayurveda #FreeCamp #ChildHealth #AayuJeevanAyurved #Morbi