શંકાસ્પદ હાલતમાં પસાર થતા શખ્સની અટકાયત કરી 40,000 નું સ્પલેન્ડર મોટરસાયકલ જપ્ત કરાયુંમોરબી: મોરબી SOG ટીમે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચાર રસ્તા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન, મોરબી-2 વિસ્તારમાં ત્રાજપર ચાર રસ્તા નજીક બારૈયા પાન પાસે જુના ઘુંટુ રોડ તરફથી એક શખ્સ નંબર પ્લેટ વગરના કાળા કલરના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં નીકળ્યો હતો. પોલીસ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેની પાસે આર.સી. બુક અને વાહનના કાગળો માંગતા તે પણ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વાહનના એન્જિન અને ચેસીસ નંબરના આધારે સર્ચ કરતા બાઈકનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-36-AB-0234 હોવાનું ખુલ્યું હતું.આથી, આ મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાતા પોલીસે 40,000 રૂપિયાની કિંમતનું બાઈક જપ્ત કરી આરોપી જયદેવ રમેશ ડાભી (રહે. ખરેડા ગામ, હાઈસ્કૂલ પાછળ, તા.જી. મોરબી) ને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે મોરબી સીટી બી. ડિવિઝન પોલીસ મથકને સોંપી દીધો છે.#MorbiUpdate #MorbiSOG #MorbiPolice #CrimeNews #BikeTheft #Trajpar #MorbiNews #Morbi