ખેડૂત પરિવર્તન પેનલના 9 ઉમેદવારો મેદાનમાં : 9 સપ્ટેમ્બરે ટંકારા, મોરબી અને માળિયા તાલુકાના 1500 જેટલા મતદારો કરશે મતદાનમોરબી અપડેટ : આગામી તા.9 સપ્ટેમ્બરના રોજ મોરબી માર્કેટીંગ યાર્ડ (APMC)ની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં વર્ષોથી જેનો દબદબો રહેલો છે તેવી સહકાર પેનલ સામે 'ખેડૂત પરિવર્તન પેનલ' મેદાનમાં ઉતરી છે. ખેડૂત વિભાગની 10 બેઠક અને વેપારી વિભાગની 4 મળી કુલ 14 બેઠક માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજલાઈન વળતરને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને અનેક ગામોએ સમર્થન જાહેર કર્યું છે. તેવામાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ખેડૂતો માટે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાની મોટી તક લઈને આવી હોવાનું કહેવાય રહ્યું છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બે પેનલો લડી રહી છે. આમ તો આ પેનલો બિનરાજકીય હોવાના દાવા થાય છે પણ સહકાર પેનલ ભાજપ સમર્થિત છે જે જગજાહેર છે. વધુમાં ખેડૂત પરિવર્તન પેનલ જેનો મોરચો પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના આગેવાનોએ સંભાળ્યો છે. ખેડૂતોના હિતમાં બદલાવ લાવવા માટે તેઓએ આ પેનલ ઉતારી હોવાનું જણાવી તેઓ ખેડૂતોનું ભરપૂર સમર્થન મળી રહ્યું હોવાનું કહી રહ્યા છે. અત્યારે ખેડૂતોમાં જે વિરોધનો જુવાળ છે તે જોતા માર્કેટ યાર્ડની સતા મેળવવી સહકાર પેનલ માટે શક્ય બનશે કે નહીં ? તેનો ફેંસલો આગામી તા.9ના રોજ મતદાન વેળાએ થવાનો છે. આ ચૂંટણી ખેડૂત આંદોલનની કસોટી સમાન પણ માનવામાં આવી રહી છે. ખેડૂતોમાં અત્યારે ભરપૂર વિરોધ છે પણ મતદાન કઈ બાજુ થાય છે તેના પર સૌની નજર મંડરાયેલી છે.105 જેટલી મંડળીઓના 1500 મતદારો આપશે મતઆ ચૂંટણીમાં ટંકારા, મોરબી અને માળિયા એમ ત્રણ તાલુકાના ગામડાઓની 105 જેટલી સહકારી મંડળીઓ (જે ખેડૂતો દ્વારા જ બનાવવામાં આવેલી છે) ભાગ લઈ રહી છે. આ મંડળીઓના અંદાજે 1500 જેટલા પ્રતિનિધિઓ એટલે કે મતદારો આગામી તારીખ 09/09/2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ખેડૂત પરિવર્તન પેનલના 9 ઉમેદવારો અને તેમના ક્રમાંક● ક્રમાંક 1: અઘારા નયનભાઈ લાલજીભાઈ (નિશાન: મોટર કાર)● ક્રમાંક 2: ઉઝરીયા મનસુખભાઈ ભાણાભાઈ (નિશાન: ટ્રેક્ટર)● ક્રમાંક 3: કડીવાર નથુભાઈ ભુરાભાઈ (નિશાન: રોડ રોલર)● ક્રમાંક 5: જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી (નિશાન: બસ)● ક્રમાંક 8: ડાંગર વિનોદભાઈ હીરાભાઈ (નિશાન: ટ્રેક્ટર)● ક્રમાંક 9: ડઢાણીયા રાજેશભાઈ બાબુભાઈ (નિશાન: વિમાન)● ક્રમાંક 11: પાંચોટીયા રાજેશભાઈ જેઠાભાઈ (નિશાન: સ્કૂટર)● ક્રમાંક 16: મેરજા સતીષભાઈ ભાણજીભાઈ (નિશાન: જીપ)● ક્રમાંક 19: સેખલીયા (ચીખલીયા) મહેન્દ્રકુમાર પ્રેમજીભાઈ (નિશાન: વહાણ)#MorbiUpdate #MorbiNews #MorbiAPMC #APMCElection #KhedutParivartanPanel #Morbi #Tankara #Maliya #KhedutEkta #GujaratNews #MarketingYard