શ્રાવણ વદ તેરસના પાવન અવસરે 09 સપ્ટેમ્બરે મહાદેવના દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવિકોને આમંત્રણમોરબી અપડેટ: પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં મોરબી સ્થિત શ્રી શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી શ્રાવણ વદ તેરસના પાવન અવસરે, એટલે કે તારીખ 09/09/2026 ને બુધવારના રોજ ભવ્ય મહાપ્રસાદ (ભંડારો) નું આયોજન કરવામાં આવ્યું છે.આ શુભ અવસરે સવારે 11:30 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે. 'મહાદેવની ભક્તિમાં એક દિવસ એવો પણ આવે, જ્યારે ભક્તિ સાથે પ્રસાદનો આનંદ સૌને સાથે માણવાનો અવસર મળે.' આ ભાવના સાથે, તમામ શિવભક્તોને શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રી શોભેશ્વર મહાદેવ મંદિરના મહંત હિરાગીરી બાપુ અને મહંત જીજ્ઞેશપુરી બાપુની નિશ્રામાં યોજાશે.#MorbiUpdate #ShobheshwarMahadev #Mahaprasad #Bhandara #ShravanMas #MorbiNews #ReligiousEvent #Morbi