ચોરખાનામાંથી 1248 વિદેશી દારૂની બોટલ સાથે કુલ 6,33,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે : 2 શખ્સોની ધરપકડટંકારા: મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા પોલીસે મોટી કાર્યવાહી કરતા એક બોલેરો કેમ્પર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શ્રાવણ માસના તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે. ડી. ઝાલા, પીએસઆઈ જે. કે. રાણા અને પીએસઆઈ એસ. એન. સગારકા તેમના સ્ટાફ સાથે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરો કેમ્પર (નંબર GJ-03-BV-9752) ને અટકાવી તપાસ કરતા ગાડીની સીટ નીચે, પાછળના ભાગે તેમજ ટોપ પર બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 1248 બોટલો મળી આવી હતી.જપ્ત કરાયેલો મુદામાલ● બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ વ્હિસ્કી (180 ml): 432 બોટલ (કિંમત રૂ. 1,20,960)● સિગ્નેચર રેર વ્હિસ્કી (180 ml): 624 બોટલ (કિંમત રૂ. 1,56,000)● એન્ટિકવિટી બ્લુ પ્લેટિનમ વ્હિસ્કી (180 ml): 192 બોટલ (કિંમત રૂ. 50,880)આ ઉપરાંત 3,00,000 રૂપિયાની કિંમતની બોલેરો કાર અને 5,500 રૂપિયાના 2 મોબાઈલ ફોન સહિત કુલ 6,33,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.બે આરોપીઓની ધરપકડ ● દશરથભાઈ હરકનભાઈ રબારી (ઉંમર 30, રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા)● બાબુરામ જવાનાજી ભાડકા (ઉંમર 45, રહે. જારડા, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન)● મહેન્દ્રભાઈ બાબુરામ રબારી (રહે. પાલ કુડા, તા. રાણીવાડા, જિ. ઝાલોર) ને પકડવાના બાકી છે.#Morbi #MorbiUpdate #TankaraPolice #GujaratPolice #LiquorSeized #CrimeNews #MorbiNews #Gujarat