મોટા દહિંસરામાં ચાલતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીમાંથી કેમિકલ, તૈયાર દારૂ, કાર, રોકડ સહિત રૂ. 20,75,444નો મુદ્દામાલ કબ્જે : 5 શખ્સો ઝડપાયા, 1 ફરારમોરબી અપડેટ : મોરબી જિલ્લા એલસીબી ટીમે માળીયા (મીં) તાલુકાના મોટા દહિંસરા ગામે રહેણાંક મકાનમાં ચાલતી કેમિકલ યુક્ત ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને કેમિકલ, ડુપ્લીકેટ બ્રાન્ડેડ દારૂ, બોટલો, સ્ટીકરો, રોકડ અને કાર સહિત કુલ રૂ. 20,75,444ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે. આ ડુપ્લિકેટ દારૂનો જથ્થો માર્કેટમાં ઠલવાય તે પહેલાં જ પોલીસે આ ઓપરેશન પાર પાડી ભાવનગરના નકલી વિદેશી દારૂ કાંડ જેવી ઘટના અટકાવી દીધી છે.એલસીબીના દરોડા અને બનાવટી દારૂની ફેક્ટરીનો પર્દાફાશરાજ્યમાં ભાવનગર ખાતે બનેલા લઠ્ઠાકાંડ તેમજ તહેવારોને ધ્યાને રાખી સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા ગેરકાયદે દારૂ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ દરમિયાન એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મોટા દહિંસરા ગામે દરોડો પાડ્યો હતો. ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતા બુટલેગર અજયસિંહ બાવુભા જાડેજાના મકાનમાં મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ કાંજીયા સહિતના શખ્સો ભેગા મળી કેમિકલ મિશ્રણ કરી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી, તેના પર બ્રાન્ડેડ કંપનીના ક્યુઆર કોડ, બારકોડ અને સ્ટીકરો લગાવી પેકિંગ કરવાની ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હોવાનું સામે આવ્યું હતું.કચ્છની પાલારા જેલમાં ઘડાયો હતો આ નકલી દારૂનો પ્લાનજિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે રેડ દરમિયાન સ્થળ પરથી 200-200 લિટરના 2 બેરલમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું ઇથેનોલ મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક 200 લિટરના બેરલમાં ઇથેનોલમાં પાણી, કલર અને એસેન્સ મિશ્રિત પ્રવાહી મળી આવ્યું હતું.આરોપીઓએ ખાલી બોટલો 2-3 દિવસ પહેલાં જ મંગાવી હતી અને ફેક્ટરીમાં પેકિંગની કામગીરી ચાલુ જ હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી. જેથી આ નકલી દારૂ હજુ બજારમાં વેચાણ અર્થે પહોંચ્યો નથી. આ ગુનાનું કાવતરું મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા જ્યારે કચ્છની પાલારા જેલમાં હતો ત્યારે રાજસ્થાનના એક આરોપી સાથે મળીને ઘડ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ દારૂ બનાવવાનું કેમિકલ અને સાધન-સામગ્રી રાજસ્થાનથી સપ્લાય થતી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા અગાઉ પણ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલો નામચીન બુટલેગર છે. રેડ દરમિયાન તે ફરાર થઈ ગયો હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.ઝડપાયેલા આરોપીઓમહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ કાંજીયા (ઉ.વ. 42, રહે. મોટા દહિંસરા, કૃષ્ણનગર, તા. માળીયા-મીં)કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા (ઉ.વ. 26, રહે. મોટા દહિંસરા, તા. માળીયા-મીં)રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ. 38, રહે. મોરબી, ઋષભનગર-5, મૂળ લજાઇ, તા. ટંકારા)વિક્કી ઉર્ફે કાનો રમેશભાઇ સીંધવ (ઉ.વ. 25, મૂળ સોખડા, હાલ રહે. મોરબી)વિક્રમભાઇ કેશુભાઇ ધંધુકીયા (ઉ.વ. 25, રહે. મોટા દહિંસરા, વિવેકાનંદનગર, તા. માળીયા-મીં)ફરાર (વોન્ટેડ) આરોપીઅજયસિંહ બાવુભા જાડેજા (રહે. મોટા દહિંસરા, તા. માળીયા-મીં) તેમજ તપાસમાં ખુલે તે તમામ.કબ્જે કરાયેલો મુદ્દામાલબ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી 750 મિલીની સીલબંધ બોટલો: 276 નંગ (કિંમત રૂ. 3,05,360)ડુપ્લીકેટ વિદેશી દારૂનું લુઝ પ્રવાહી: આશરે 175 લિટર (કિંમત રૂ. 2,59,000)દારૂ બનાવવાનું કેમિકલ (ઇથેનોલ): 400 લિટર (કિંમત રૂ. 2,00,000)માલ્ટ નામનું કેમિકલ: આશરે 15 લિટર (કિંમત રૂ. 3,000)ફૂડ કલર: 2 કિલોગ્રામ (કિંમત રૂ. 2,000)રોકડ રકમ: રૂ. 6,50,000મારુતિ સુઝુકી વિક્ટોરીશ કાર (GJ-36-BB-0149): કિંમત રૂ. 6,00,000કાચની ખાલી બોટલો (750 મિલી): 1224 નંગ (કિંમત રૂ. 12,240)બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીના ઢાંકણા: 1224 નંગ (કિંમત રૂ. 6,120)બારકોડ, ક્યુઆર કોડ અને સ્ટીકરો: 1224 નંગ (કિંમત રૂ. 12,240)આલ્કોહોલ માપવાનું આલ્કોમીટર: 1 નંગ (કિંમત રૂ. 1,000)ઇલેક્ટ્રિક મોટર પાઇપ સાથે: કિંમત રૂ. 3,000પ્લાસ્ટિકના કેરબા તથા બેરલ: કિંમત રૂ. 1,000મોબાઇલ ફોન: 7 નંગ (કિંમત રૂ. 30,500)સેલોટેપ રોલ: 3 નંગ કુલ કબ્જે મુદ્દામાલ: રૂ. 20,75,444/-કામગીરી કરનાર ટીમઆ સફળ કામગીરી ઇન્ચાર્જ એસપી સમીર શારદાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એસ.પી. જાડેજા, માળીયા(મીં) ઇન્ચાર્જ પીઆઈ કે.કે.દરબાર, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી, માળીયા પીએસઆઈ પી.કે.સોધમ તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને માળીયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #LCB #SpMukeshPatel #MorbiUpdate #CrimeNews #GujaratPolice #DuplicateLiquor #MaliyaMiyana #BreakingNews