મોરબીના ખેડૂતો હવે કૃષિ સંશોધન, પાક સંવર્ધન અને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન મેળવી શકશેમોરબી અપડેટ: મોરબીના વતની ડૉ. ઈન્દ્રજય રતીલાલ દેલવાડીયા (ડૉ. આઈ. આર. દેલવાડીયા) ની જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 'મદદનીશ પ્રાધ્યાપક' તથા 'મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક' તરીકે પસંદગી થઈ છે.ડૉ. દેલવાડીયા જનીનવિદ્યા અને પાક સંવર્ધન (Genetics & Plant Breeding) ક્ષેત્રે કાર્યરત છે. તેઓ પાકની નવી જાતોના વિકાસ, બિયારણ, પાકમાં આનુવંશિક વિવિધતા તથા વૈજ્ઞાનિક પાક સંવર્ધન જેવા અતિ મહત્વના વિષયોમાં સંશોધન અને ખેડૂતોને માર્ગદર્શન આપવા સાથે જોડાયેલા છે.મોરબી જિલ્લો કૃષિપ્રધાન વિસ્તાર હોવાથી અહીંના ખેડૂતોને ખેતી દરમિયાન અવારનવાર વિવિધ વૈજ્ઞાનિક પ્રશ્નો અને મૂંઝવણોનો સામનો કરવો પડે છે. ડૉ. દેલવાડીયાની આ નિમણૂકથી હવે મોરબીના ખેડૂતોને પોતાના જ વિસ્તારમાંથી કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકનો સીધો સંપર્ક અને સચોટ માર્ગદર્શન મેળવવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે.ખેડૂતો બિયારણની પસંદગી, પાકની યોગ્ય જાત, પાકમાં જોવા મળતી વિવિધતા, પાક સંવર્ધન, ઉત્પાદન વધારવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, નવી કૃષિ ટેકનોલોજી અથવા પાક સંબંધિત અન્ય કોઈપણ વૈજ્ઞાનિક પ્રશ્નો અંગે ડૉ. દેલવાડીયા (૯૦૩૩૩ ૩૨૪૧૩) નો નિઃસંકોચ સંપર્ક કરી શકે છે. ખેડૂતોને યોગ્ય વૈજ્ઞાનિક માહિતી મળે, સંશોધનનું જ્ઞાન છેવાડાના ખેતર સુધી પહોંચે અને નવી તકનીકોનો મહત્તમ લાભ મળે તે માટે ડૉ. દેલવાડીયા સતત સહયોગ આપવા પ્રતિબદ્ધ છે.#MorbiUpdate #AgricultureNews #JunagadhAgriculturalUniversity #DrIRDelwadia #FarmingTips #PlantBreeding #MorbiPride #MorbiNews #MorbiFarmers