શ્રાવણ માસના અંતિમ સોમવારે ભારે ભીડ વચ્ચે સર્જાઈ દુર્ઘટનામોરબી અપડેટ : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી. આ દરમિયાન મંદિરમાં આવેલા પાણીના કુંડમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું હોવાની ઘટના બની છે. મંદિરના પાણીના કુંડમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો રેસ્ક્યુ કોલ મોરબી ફાયર કંટ્રોલ રૂમને સવારે 11:24 કલાકે મળ્યો હતો. કોલ મળતાની સાથે જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને પાણીના કુંડમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, પાણીમાં ડૂબી જનાર મૃતક વ્યક્તિ રફાળેશ્વર ગામના જ વતની જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી છે. તેમની ઉંમર આશરે 40 થી 45 વર્ષ હોવાનું સામે આવ્યું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને કારણે મંદિરે દર્શનાર્થીઓનો ભારે ટ્રાફિક અને ભીડ હોવાથી આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન છે. હાલમાં ઘટનાની જાણ થતા પોલીસ ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતદેહનો કબજો મેળવીને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RafaleshwarTemple #GujaratNews #MorbiFireDepartment #MorbiPolice