સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા બાબુલાલ કે. વ્યાસના નેતૃત્વમાં રજૂ થશે ઐતિહાસિક ભવાઈ: ધર્મપ્રેમી જનતાને પરિવાર સહ પધારવા અપીલમોરબી અપડેટ : ભવાઈ એ માત્ર મનોરંજન નથી પરંતુ આપણી સંસ્કૃતિ, પરંપરા અને પૂર્વજોનો અમૂલ્ય વારસો છે. આ સાંસ્કૃતિક ખજાનાને જાળવી રાખવા અને નવી પેઢીને તેનાથી માહિતગાર કરવા માટે મોરબી જિલ્લાના નાના જડેશ્વર ખાતે એક ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કુંભારીયાના પ્રખ્યાત 'બજરંગ ભવાઈ મંડળ' દ્વારા આગામી તારીખ 8/9/2026 ના રોજ નાના જડેશ્વર મુકામે આ વિશેષ કાર્યક્રમ યોજાશે. મંડળના નાયક બાબુલાલ કે. વ્યાસના માર્ગદર્શન હેઠળ કલાકારો દ્વારા વિવિધ વેશ ધારણ કરી ભવાઈની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવશે. આયોજકો દ્વારા મોરબીની જનતાને ખાસ સહ પરિવાર ભવાઈ નિહાળવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Bhavai #NanaJadeshwar #CulturalHeritage #BajrangBhavaiMandal #GujaratCulture #FolkArt