અપૂરતા વરસાદથી સુકાઈ રહેલા ખરીફ પાકને જીવતદાન આપવા તાત્કાલિક અસરથી અને આગામી રવિ સીઝન માટે પણ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની અપીલમોરબી અપડેટ : ચાલુ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખેતરોમાં ઉભેલા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ ગંભીર સમસ્યાને લઈને માનસર, નારણકા, ગોરખીજડિયા, વનાળિયા, મોડપર અને બીલીયા ગ્રામ પંચાયતના સરપંચોએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી હતી.ગ્રામ પંચાયતો દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ચાલુ ખરીફ સીઝન-2026માં અપૂરતા વરસાદને લીધે ખેડૂતોના ખરીફ પાક નષ્ટ થવાના આરે છે એટલે કે સુકાઈ રહ્યા છે. આથી, સુકાતા પાકને બચાવી તેને તાત્કાલિક જીવતદાન આપવા માટે મચ્છુ-2 ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવા અપીલ કરવામાં આવી છે.સરપંચો દ્વારા રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, વરસાદના અભાવે ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેથી આગામી રવિ સીઝન-2026 માટે પણ તારીખ 05/10/2026 થી મચ્છુ-2 ડેમ કમાન્ડ એરિયાના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે. આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માંગ કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #FarmersIssue #Machhu2Dam #IrrigationWater #MorbiCollector #GramPanchayat #AgricultureNews #Morbi