વાંકાનેર (મોરબી અપડેટ) : તા. 05/09/2026, શનિવારના રોજ શિક્ષકદિન નિમિત્તે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાધના વિદ્યાલય-લક્ષ્મીનગર, આર્યવર્ત શૈક્ષણિક સંકૂલ કેમ્પસ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વાંકાનેર તાલુકાની દીઘલિયા પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાને પ્રાથમિક વિભાગમાં મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026 એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી (શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ, ગુજરાત સરકાર) કાંતિલાલ અમૃતિયા અને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના વરદ્ હસ્તે નરેન્દ્રભાઈ કાલરિયાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરીને નરેન્દ્રભાઈ કાલરિયાએ દીઘલિયા પ્રાથમિક શાળા તેમજ સમગ્ર વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થવા બદલ નરેન્દ્રભાઈ મણિલાલ કાલરિયાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોરભાઈ રાઠોડ, બી.આર.સી.કૉ.ઑ. ઈરફાનભાઈ શેરસીયા, બીટ કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, સી.આર.સી.કૉ.ઑ જગદીશભાઈ સબાડ તેમજ વાંકાનેર તાલુકાના તમામ શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.#MorbiUpdate #MorbiNews #Wankaner #TeachersDay #BestTeacherAward #Education #Morbi #WankanerNews