મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે સન્માનિત કરી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવીમાળિયા (મિયાણા) (મોરબી અપડેટ) : શિક્ષક દિન નિમિત્તે દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતાબેન ભટાસણાની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. કવિતાબેન મૂળ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નાના દહીંસરા ગામના વતની હોવાથી મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે.ગાંધીનગરના PDEU કેમ્પસ ખાતે આયોજિત રાજ્યકક્ષાના સન્માન સમારોહમાં કવિતાબેન ભટાસણાને રાજ્યના રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિન્દ તોરવણે, સીઓએસ આનંદ પટેલ અને શિક્ષણ નિયામક ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.નવીન શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગકવિતાબેન ભટાસણાએ શિક્ષણ ક્ષેત્રે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને ઇનોવેટિવ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળા, ગણિત-વિજ્ઞાન પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રયોગોમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણકવિતાબેન ભટાસણા માળિયાના નાના દહીંસરા ગામના વતની પ્રાગજીભાઈ બેચરભાઈ ભટાસણાના પુત્રી છે અને વર્ષામેડી નિવાસી તથા અમરેલીના કાર્યપાલક ઈજનેર જયેશભાઈ નાગજીભાઈ ઘોડાસરાના પત્ની છે. શિક્ષક દિનની પૂર્વસંધ્યાએ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના નિવાસસ્થાને આયોજિત વિશેષ વિચારગોષ્ઠીમાં પણ કવિતાબેન સહિતના શ્રેષ્ઠ શિક્ષકોએ ભાગ લઈ શૈક્ષણિક સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી.#Morbi #Maliya #BestTeacherAward #GujaratEducation #TeachersDay2026 #MorbiNews #MorbiUpdates #ProudMoment