જોધપર નજીકથી મૃતદેહ મળી આવ્યો, મૃતદેહને પીએમ અર્થે ખસેડાયોમોરબી અપડેટ : મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલી કેનાલમાં ગઈકાલે સવારે ડૂબી ગયેલા યુવકની શોધખોળ બાદ આજે બીજા દિવસે તેનો મૃતદેહ મચ્છુ 2 ડેમમાંથી મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ, મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કેનાલમાં ગઈકાલે સવારે એક યુવક ડૂબી ગયો હતો. આ બનાવ અંગે જાણ થતાં જ ટીમ દ્વારા તાત્કાલિક કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે આખો દિવસ કેનાલમાં શોધખોળ હાથ ધરવા છતાં યુવકનો કોઈ પત્તો મળ્યો ન હતો. આજે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા જોધપર નજીક ફ્લોરા ફેક્ટરી પાસેથી મચ્છુ 2 ડેમના પાણીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ હરેન્દ્રકુમાર દાસ (ઉંમર વર્ષ 25) તરીકે થઈ છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu2Dam #TragicNews #Gujarat