મૃતક નેપાળી યુવાન હોવાનું ખુલ્યું : પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરીમોરબી અપડેટ : મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એક વૃક્ષ પર લટકતી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મોરબી એ-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ મનોજ થાપા હોવાનું સામે આવ્યું છે, જે મૂળ નેપાળી છે. મળેલી માહિતી મુજબ, મૃતક નજીકમાં જ આવેલી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતો હતો. પીઆઈ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, યુવાન તાજેતરમાં જ રજા પર પોતાના ઘરે ગયો હતો અને ત્યારબાદ આ ઘટના સામે આવી છે. હજુ સુધી મૃતકના પરિવારજનો આવ્યા નથી. એ-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે આગળની કાનૂની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #GujaratNews #MorbiCity