08 સપ્ટેમ્બરે રાત્રે 9:00 કલાકે ગાયત્રી લોક ભવાઈ મંડળ-રોહિશાળા દ્વારા 'દાદાના સાનિધ્યમાં મજરો' રજૂ કરાશેવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલ ઉમા ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમા ભંગેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ-તીથવા દ્વારા આગામી તારીખ 08/09/2026 ને મંગળવારના રોજ (શ્રાવણ વદ બારસ) ભવ્ય લોક ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક મહોત્સવમાં રોહિશાળાના પ્રખ્યાત ગાયત્રી લોક ભવાઈ મંડળ દ્વારા નામી અને અનામી કલાકારોના કાફલા સાથે રાત્રે 9:00 કલાકે 'દાદાના સાનિધ્યમાં મજરો' રજૂ કરવામાં આવશે. આ ભવાઈનો કાર્યક્રમ નિહાળવા માટે આયોજકો દ્વારા તમામ ભવાઈ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તીથવા ગામના મહંત હરીદાસ બાપુ, ગુરુ દયાલદાસબાપુ ત્યાગી અને ટ્રસ્ટના પ્રમુખ હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરાના માર્ગદર્શન હેઠળ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ભવાઈ મંડળના નાયક હસુભાઈ જી. વ્યાસ અને સંચાલક અજયભાઈ એચ. વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9737311119 પર સંપર્ક કરી શકાશે.#MorbiUpdate #Wankaner #Tithwa #Bhavai #FolkArt #ReligiousEvent #MorbiNews #Morbi