પોલીસે કુલ 70,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકા પોલીસે મહીકાથી હોલમઢ જતા રસ્તા પર આવેલ કાબરાનેસાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી કુલ 70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહીકાથી હોલમઢ જતા રસ્તા પર આવેલ કાબરાનેસાની બાજુમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીઓ (તમામ રહે. હોલમઢ) :1. વિપુલ પ્રેમજીભાઈ પાડલીયા2. મેરામ બાબુભાઈ પાડલીયા3. ગોપાલ ધુડાભાઈ પાડલીયા4. પ્રકાશ ખોડાભાઈ ચૌહાણ5. મુનેશ બાબુભાઈ પાડલીયા6. જયંતી જેસાભાઈ પાડલીયા7. ગૌતમ જાદવભાઈ સારલા8. મુકેશ બાબુભાઈ પાડલીયા 9. ગોપાલ અવચરભાઈ સારલા પોલીસે જુગારના પટમાંથી 12,000 રૂપિયા સહિત કુલ 70,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #GamblingRaid #CrimeNews #WankanerPolice #MorbiPolice #MorbiNews #Morbi