પોલીસે રૂા.૫૧,૭૦૦ નો રોકડા જપ્ત કરી જુગારનો ગણનાપાત્ર કેસ કર્યોહળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ આરોપીઓને ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૫૧,૭૦૦ કબ્જે કરી નવયે જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગતરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના ટીકર રણ ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૨) દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૩) અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૪) કારૂભાઈ શિવાભાઈ ઝીંજવાડિયા રહે. ટીકર (૫) ચંદ્રકાંત ધીરજભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૬) રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૭) યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ રહે. ટીકર રણ (૮) રીયાઝ વલીભાઈ હમીરકા રહે. ટીકર રણ અને આરોપી (૯) અજયભાઈ શૈલેષભાઈ સાંકલપરા (રહે. સુંદરગઢ, તા. હળવદ વાળાઓને રોકડા રૂપિયા ૫૧,૭૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.